રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના ચાંચબદર ગામે સમૂહ લગ્નમાં ૫૯ નવ દંપતિ એ પ્રભુ પંગલા પડ્યા હતા. મુખ્ય મહેમાન પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી. રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા. જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ મકવાણા. રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. કાનાભાઈ ગોહિલ. રમેશભાઈ. મુકેશભાઈ. તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા ના કોળી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોળી સમાજના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી દ્વારા સમાજ ને એક તાતણે બાધાય રહે અને સમાજમાં કુરીવાજો બંધ કરવા. શિક્ષણીક રીતે સમાજ આગળ વધે તેમજ સમાજ લગતુ ઘણુ પ્રવચન કર્યું હતું. ચાંચબદર ના માજી સરપંચ શામજીભાઈ ચોહાણ. ચાંચબદર સરપંચ કાનજીભાઈ અને ગામ લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને કાયદા ધ્યાનમા લયને સંક્રમણ ન ફેલાઇ તેવી રીતે આયોજન કર્યું હતું ખોટી ભીડ ન થયા એવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું.