રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
શ્રાવણ સુદ પૂનમ એટલે ભાઈ-બહેનના પવિત્ર બંધનનો પવિત્ર તહેવાર આજે દેશભરમાં રક્ષાબંધનનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવાયું હતું. રક્ષાબંધનની પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે આજના પવિત્ર દિવસે દરિયો ખેડનાર લોકો દરિયાનું પૂજન કરે છે અને પછી દરિયો ખેડવાની શરૂઆત કરે છે. તેમજ આજના આ દિવસને બળેવ પણ કહેવામાં આવે છે બળેવના દિવસે સૌ બ્રાહ્મણો જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરતાં હોય જે અંતર્ગત આજ સવારે ૭.૩૦ કલાકે માંડલના ખંભલાય માતાજી પ્રાગટ્ય સ્થાન પર માંડલના બ્રહ્મ સમાજના તમામ લોકોએ અહીં એકસાથે મળીને વિવિધ મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ ઉતારીને નવી જનોઈ ધારણ કરી હતી.