અમદાવાદ: માંડલ,વિરમગામ,દેત્રોજ સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

શ્રાવણી પુનમના પાવન દિને ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક સમાન ગણાતો રક્ષા બંધન પર્વ ધોળકા બાવળા સહિત જિલ્લા ભરમાં ધામ ધુમથી ઉજવાયો હતો. કહેવાય છે કે ભારતમાં ભાઈ બહેનની પ્રિતના પ્રતિકસમાં મુખ્ય બે તહેવારો ભાઈ બીજ અને રક્ષાબંધન તહેવારનું આગવું મહત્વ છે. વિશ્વના બીજા કોઈ દેશમાં આવો કોઈ તહેવાર ઉજવાતો નથી ભાઈની રક્ષા કાજે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે. અને આશીર્વાદ આપે છે. જયારે ભાઈ બહેનની રક્ષા કાજે અંતર આત્માંથી વચન આપે છે. આદી અનાદી કાળથી આ તહેવારની ઉજવણી થતી આવી છે. હાલ સમય બદલતા આધુનિક યુગમાં આધુનીક ઢબ મુજબ પણ આ તહેવારની ઉજવણી રંગે ચંગે થવા માડી છે. બહેનોએ રાખડીની ખરીદી છેલ્લી ઘડી સુધી કરી હતી. જોકે આ વર્ષે કોરોનાની દહેશતને પગલે રાખડીના વેપારીઓના જણાવ્યા અનુસાર રાખડીના વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે તા.૦૩ ઓગસ્ટે સમગ્ર દેશ સહિત અમદાવાદ જિલ્લામાં પણ ભારે ઉત્સાહપૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના માંડલ-વિરમગામ અને દેત્રોજ પંથકમાં લાખો બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈની રક્ષા કાજે ઈશ્વરને પ્રાર્થના પણ કરી હતી તો સાથે સાથે ભાઈઓએ પણ પોતાની બહેનોને વિવિધ પ્રકારની વિરપસલી પણ આપી હતી. તો બહાર રહેતી બહેનો પોસ્ટ તથા કુરિયર દ્વારા પોતાના વીરા માટે રાખડીઓ મોકલાવી પણ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *