રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૪ માં જન્મદિવસ નિમિત્તે ડભોઇના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પટેલ વાડી મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર રક્તદાન શિબિરમાં વડોદરા થી એસ.એસ.જી હોસ્પિટલ ની ટીમ આવી હતી અને આ શિબિરમાં ૫૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું .આ રક્તદાન શિબિર દ્વારા ભેગું થયેલું રકત ગરીબ લોકોને સરકારી દવાખાનામાં સરળતાથી મળી રહેશે જેવા ઉમદા ભાવથી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું .સદર કાર્યક્રમનું આયોજન ડભોઇ તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના દત્તુ સિંહ સોલંકી, જય કુમાર પટેલ, આકાશ જોષી, દિવ્યેશ પટૅલ, રાજુભાઈ ઠાકોર ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઇ શહેર ભાજપના મહામંત્રી બીરેનભાઈ શાહ તેમજ અમિત સોલંકી જેવા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આમ આ શિબિર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યકરોએ મુખ્યમંત્રી શ્રી નો જન્મદિવસ આવા એક ઉમદા કાર્ય દ્વારા ઉજવણી દાખલા રૂપ કામગીરી કરી હતી જે પ્રશંસાને પાત્ર છે.
