રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા ખાતે આવેલ બ્રહ્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજ રોજ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો..જેમાં મહુવા બ્લડ બેન્ક દ્વારા રાજુલા મિત્ર મંડળને ટેલિફોનિક જાણ કરી હતી અમોને ૨૦ થી ૨૫ બોટલ રક્ત એકત્ર કરી આપો. આ ગ્રુપ દ્વારા માત્ર એક જ દિવસમાં આયોજન કરવામાં આવ્યું સવારે ૯:૩૦ થી સાંજના ૪:૩૦ સુધીમાં ૪૫ બોટલ રક્ત ની બોટલો દાન મળ્યું હતું..સેવાકીય પ્રવૃત્તિ માટે આ ગ્રુપ જૂનું અને જાણીતું છે યોગાનુયોગ ફ્રેન્ડશીપ ડે મારું રક્ત મારા ભાઈ મિત્ર ને મળશે એવા હેતુથી ઘણાએ રકત આપ્યું.
