નર્મદા: તિલકવાડા અને એલ.સી.બી પોલીસે જુગારધામો પર રેડ કરી લાખોના મુદ્દામાલ સાથે ૧૭ જુગારીયાઓને ઝડપી લીધા.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

તિલકવાડા ના ચુડેશ્વર ખાતે થી ૧૦ અને રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે એક લકઝરી બસમાં જુગાર રમતા ૭ ને ઝડપી પાડી કુલ-૧૭ વિરુદ્ધ ગુનો નોંધાયો.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના ચુડેશ્વર ગામમાં નરેશભાઇ કાન્તીભાઇ તડવી ના ઘર આગળ સ્ટ્રીટ લાઇટના અજવાળા નીચે ૧૦ વ્યક્તિઓ ગેર કાયદેસર પત્તાનો જુગાર રમતા જુગારીયાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા રૂ.૮૪૦૦ તથા દાવ ઉપરના રોકડા રૂ .૫૪૩૦ મળી કુલ રોકડા રૂ.૧૩૮૩૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ રૂ.૫૧,૦૦૦ મળી કુલ રૂ .૬૪.૮૩0 ના મુદ્દામાલ સાથે પોલીસ રેડ દરમ્યાન પકડાયેલા જુગારીયાઓ માં (૧)ખલીલહુસેન યાકુબખાન ધોરી(૨)મકબુલ હનીફ સાહેબ રાઠોડ(3)ફીરોજખાન હમીદખાન ધોરી(૪) અલતાફખાન હમીદખા ધોરી(૫)વિજયભાઇ મથુરભાઇ વસાવા(૬) ભાવેશભાઇ અશોકભાઇ તડવી(૭)અસર ફખા રસુલખા ઘોરી(૮)અનીલ ભયલાલભાઇ તડવી (૯)સોમાભાઇ બાવાભાઇ વસાવા(૧૦)બચુભાઇ રામાભાઇ નો સમાવેશ થાય છે.

જ્યારે બીજા બનાવ માં એલ.સી.બી પોલીસે નિઝામશાહ દરગાહ પાસે ઉભેલી એક લકઝરી બસમાં જુગાર રમતા જુગારીયાઓ પર છાપો મારી (૧) ઇમરાન નિયાઝખાન પઠાણ(૨)આશીફ કાલુ પઠાણ (3)વજાખાન ફિરોઝ ખાન પઠાણ (૪) ફારૂક રફીક રાઠોડ (૫)કીરીટ મગન લાલ પંચાલ (૬) તનવીર મુસ્તાક પઠાણ (૭) અયુબ ઇસ્માઇલ પઠાણ ને ઝડપી પાડી અંગ ઝડતી માંથી રોકડા રૂ .૫૬૩૦ તથા દાવ ઉપરના રૂ .૨૪૦ મળી કુલ રોકડા રૂ.૫,૮૭૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૫ કિંમત રૂ ૫૦,૦૦૦ મળી કૂલ કિ.રૂ .૫૫,૮૭૦ ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *