રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
આજરોજ તારીખ ૨/૮/૨૦૨૦ ના દિવસે ચાણસ્મા ખાતે આવેલ લાલેશ્વર મહાદેવ માં ચાણસ્મા શહેર ભાજપ સમિતિ દ્વારા આજે વિવિધ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતા. સૌપ્રથમ લાલેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવી હતી.ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ત્યારબાદ એસ.ટી સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ જિલ્લાના હોદ્દેદાર પટેલ મુકેશભાઈ (દાઢી), દશરથજી ઠાકોર,ચાણસ્મા નગરપાલિકાના કોર્પોરેટરો તથા ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ ભગવતી બેન પટેલ ચાણસ્મા શહેર મંત્રી મીરા પટેલ તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજ દિવસે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ નો જન્મદિવસ હોવાથી કાર્યકરોએ મુખ્યમંત્રી ના જન્મદિવસ ની સાથે સાથે રાજુભાઈ પટેલ નો પણ જન્મદિવસ ઉજવ્યો હતો. રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મુખ્યમંત્રી નો જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રોગ્રામ કર્યા છે અને મુખ્ય મંત્રીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલની મહામારી ચાલી રહી છે એમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જે કાર્યવાહી કરી રહી છે એ ખરેખર બિરદાવવા જેવી છે. એમ.બી.પટેલ એ પણ મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.દશરથજી ઠાકોર એ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે અમારા મિત્ર અને ચાણસ્મા શહેર ભાજપના પ્રમુખ એવા રાજુભાઈને પણ તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
