રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
દરેડ ગામના જાગૃત સરપંચ વનરાજભાઈ વાળાને જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી
બાબરા તાલુકા ના દરેડ ગામે હિરાણા ગામના રોડ પર આવેલ માણસુરભાઈ ભિખાભાઈની વાડીમાં ગઈકાલે એટલે શનિવારે રાત્રે સાત ફુટનો મહાકાય અજગર દેખાય આવતા વાડી માલિકે દરેડ ગામના સરપંચ વનરાજભાઈ વાળા ને જાણ કરતા સરપંચ ઘટના સ્થળે જઈ તપાસ કરતા અજગર દેખાય આવતા સરપંચ દ્રારા વન વિભાગ ના અધિકારીઓ ને જાણ કરી હતી. વન વિભાગ ના અધિકારીઓ સ્થળ ઉપર આવી રેસ્ક્યું કરી અજગરને પકડવા માં આવ્યો હતો. આ મહાકાય અજગરે સસલાનું મારણ કર્યું હતું પરંતુ મારણ પસાવી ના સકતા બહાર કાઢી નાખ્યું હતું. સ્થળ પર મૃત સસલું પણ મળી આવેલું છે. હાલ વન વિભાગ દ્રારા આ અજગર નું રેસ્ક્યું કરી લઇ જતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો.
