હાલોલ તાલુકાની શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ  તૈયાર કરવામાં આવી.

Corona Halol Health Latest Madhya Gujarat

કાદિરદાઢી – પંચમહાલ મિરર

હાલ માં ચાલતા ( કોવીડ 19) કોરોના વાઇરસ વિશ્વવ્યાપી રોગને નાથવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલોલ તાલુકાના શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તત્ર એ તાબડતોડ  આઇસોલેશન 100 બેડ ની હોસ્પિટલ  તૈયાર કરવામાં આવી છે  અને તા.09.04.2020 થી આ હોસ્પિટલ માં  ઓ.પી.ડી આરંભ કરી દેવામાં આવી છે તેમ હાલોલ પ્રાંત અધિકારી એ.કે. ગૌતમ એજણાવ્યુ હતું.

ગુજરાત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ તેમજ જીલ્લા વહીવટી તંત્ર ના અધિકારી તેમજ ડૉક્ટર.

 દેશ સહીત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર ( કોવીડ -19) કોરોના વાઇરસ વિશ્વવ્યાપી રોગને નાથવા અંતરાષ્ટીય, રાષ્ટ્રીય, તેમજ રાજ્ય કક્ષા એ આ મહામારી ને નિયંત્રણ માં લેવા અથાગ પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે. કોરોના વાયરસ નો ચેપ વધુ પ્રસરે નહિ  અને આ ભયંકર રોગ ને નાથવા દેશ ના વડાપ્રધાને 21 દિવસ માટે સમગ્ર દેશ ને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે . જયારે બીજી તરફ આ રોગ ની ઝપટ જો કોઈ વ્યક્તિ આવી જાય તો તેવા દર્દી ને યોગ્ય અને સત્વરે સારવાર મળી રહે તે માટે તત્ર સજ્જ બની આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં  આવી રહ્યા છે. આ રોગ ને નાથવા માટે તે અન્વયે તબીબી સેવા ઓ પુરી પાડવી અત્યંત આવશ્યક છે. તબીબી સેવા પુરી પાડવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વરા હાલોલ તાલુકા ના નારાયણ ધામ તાજપુર ખાતે આવેલ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે 100 બેડ ની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે 

આ હોસ્પિટલ માં તબીબી અધિકારી વર્ગ 2 તેમજ સ્ટાફ નર્સ વર્ગ 3 ના કર્મચારી ઓ બે માસ અથવા અન્ય હુકમ ના  આવે ત્યાં સુધી આ હોસ્પિટલ ખાતે ફરજ બજાવેશે આ તમામ અધિકારી તેમજ કર્મચારી ઓ ને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે તાલીમ આપવામાં આવી છે અને તા.09.04.2020 થી ઓ.પી.ડી. શરુ કરવામાં આવી છે. આ હોપિટલ માં હાલ માં 2 વેન્ટિલેટર સહીત 10 બેડ નો આઈ.સી.યુ. તૈયાર કરવામાં આવ્યો છે જયારે 90 બેડ આઇસ્યુલેટેડ અને ઓ.પી.ડી. માટે નો રહેશે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *