રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા કલેકટર મનોજ કોઠારી, નગરપાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, ભરતભાઈ વસાવાની રજૂઆતના પગલે સુરત થી ખાસ એડિશનલ કમિશનર ની ટીમે દોડી આવી હતી.
રાજપીપળા શહેર માં નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર જતા શહેર માં બે ટાઈમ પીવાના પાણીની મોકણ ઉભી થતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી ત્યારબાદ પાલીકા કચેરી પર હલ્લા બોલ કરી માટલા પણ ફોડચા પાલીકા પ્રમુખના ઘરે પણ પહોંચી ૨જુઆત કરી આ બાબતે શહેરમાં ભારે ચર્ચા જગાવતા સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય પી. વસાવા,જિલ્લા કલેકટર મનોજ કોઠારી નગરપાલિકા થી ખાસ પ્રમુખ જીગીષાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલ, ભરતસિંહ વસાવાની
રજૂઆત ના પગલે સુરત એડિશનલ કમિશનર ની ટીમ રાજપીપળા આવી નર્મદા જિલ્લા તંત્ર અને કામદારો સાથે બેઠક કરી એક મહિનામાં પગાર બાબતે કાયમી ઉકેલ લાવવા ની ખાત્રી આપવા ઉપરાંત હડતાળની નોંધ.
ગાંધીનગર સુધી લેવાઈ હોવાની વાત કરી હતી અને નગરપાલિકા તંત્ર એ કર્મચારીઓ ને એક આ માસનો પગાર આપી હડતાલ સમે ટવા જણાવ્યું પરંતુ એક માસનો પગાર કર્મચારીઓ ને મંજુર ન હોવાથી કર્મચારીઓ નગરપાલિકાને એ વધુ ૨૫ દિવસ ની મુદત આપી ચાર મહિનાનો બાકી અને એક મહિનાનો ચાલુ પગાર મળી કુલ પાંચ મહિના નો પગાર એક માસમાં ક૨વાની બાંહેધરી લીધી બાદ આ હડતાલ સમેટાઈ હતી. હડતાળનો અંત આવતાજ શુક્રવારે સાંજ થી શહેરમાં પાણી છોડતા સૌ એ રાહત અનુભવી હતી.