રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિલકંઠ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જીકલ હોસ્પિટલ ખાતે આજથી અમદાવાદના ખ્યાતનામ ડો.ભૌમીક ચુડાસમાની ન્યુરોસર્જન તરીકેની સેવા શરુ કરવામા આવી છે. જિલ્લામાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હોવાથી હવે જિલ્લાભરના લોકોને વેરાવળ થી બહારગામ જતા લોકોમાં એક આનંદની લાગણી જોવા મળી છે. નજીવા ખર્ચે અને વેરાવળમાં હવેથી દદીંઓને આ સેવાનો લાભ મળશે તેમજ સરકારની યોજના હેઠળ સરકારી કાર્ડ અંતગર્ત પણ સારવાર અહી થઇ શકશે. જે માટે આજરોજ પત્રકાર પરિષદ નુ આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જોકે આમ પણ ગીર સોમનાથ જિલ્લાની જનતા ને વધુ સારવાર મળી રહે તે હેતુથી સૌ પ્રથમ સીટી સ્ક્રેન અને ટ્રોમા સેન્ટર ત્યારબાદ આજથી ન્યુરોસર્જન તબીબની સેવા આજ હોસ્પિટલમાં શરુ કરવામાં આવી છે.