નર્મદા: મહિલા સશક્તિકરણ અંર્તગત રાજપીપળા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે જેમાં મહિલાઓ ને લગતા વિવિધ મુદ્દા ઓ વિશે માર્ગદર્શન અને જાણકારી પુરી પાડવામાં આવે છે. આજના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા ની ઉજવણી રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં સોશ્યિલ ડિસ્ટન્સને ધ્યાન મા રાખી મહિલા પોલીસ,જી.આર.ડી,અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ઓ.એસ.સી ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં મહિલાઓ ને સુરક્ષા પ્રત્યે રાખવાની સાવધાની,સતર્કતા વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.૧૮૧ મહિલા હેલ્પ લાઇન,પી.બી.એસ.સી , ઓ.એસ.સી દ્વારા જાણકારી આપતા પેમ્પ્લેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સરકાર ના મહિલા લાગતા વિવિધ પ્રોજેક્ટ ની કામગીરી થી સૌને અવગત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *