નર્મદા જિલ્લામાં કોરોના ગ્રસ્ત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા અને દેડીયાપાડા તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા. ૦૧/૦૮/૨૦૨૦ થી તા.૧૪/૦૮/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના રજપુત ફળિયા (ગંજી ફળિયુ) –પ્રેક્ષિતાબેન પટેલના ઘરથી સિધ્ધરાજસિંહ ગોહિલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૧૫, અંબિકાનગર સોસાયટી – અશોકભાઈ વાળંદના ઘરથી સુખમણી વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૧૧, દરબાર રોડ – ક્રિષ્ના પ્રિન્ટીંગ પ્રેસથી પ્રકાશભાઈ ઉમાકાંત મપારાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૧૩, સોનીવાડ – જય મયુરભાઈ પટેલના ઘરથી ચંદ્રકલાબેન વિનુભાઈ પટેલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૦૯, વિશાવગા – આશુતોષ ભાટીયાના ઘરથી રાજુભાઈ ભાવસારના ઘર સુધી
જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૧૨, આરબ ટેકરા – અફજલખાન પઠાણના ઘરથી માજીદખાન પઠાણના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૨૨, સિંધીવાડ – જહાંગીરખાન બલુચીના ઘરથી અલ્તાફ શેખના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૨૨ તેમજ નાંદોદ તાલુકાનું લાછરસ ગામ દેસાઈ ભાગ – જેન્તીભાઈ હિરાભાઈ દેસાઈના ઘરથી નવનીતભાઈ અંબાલાલ દેસાઈના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૧૨ અને કુલ વસ્તી આશરે-૩૦,ગોપાલપુરા ગામ નવી નગરી – રમેશભાઈ નરસિંહભાઈ ભીલના ઘરથી હેમરાજભાઈ મગનભાઈના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૦૬ અને કુલ વસ્તી આશરે-૦૬ તથા તિલકવાડા ગામ નવા ફળીયા – તડવી જશોદાબેન ગોરધનભાઈના ઘરથી સલીમભાઈ અમીનભાઈ ઘાંચીના ઘર સુધી તથા તેની અંદરના વિસ્તારમાં આવેલ ઘરો જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૦૭ અને કુલ વસ્તી આશરે-૧૩ તેમજ કેવડીયા કોલોની જુનો બી, બ્લોક નંબર -૨ ના રૂમ નંબર ૧૩,૧૪,૧૬ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૧૧ અને દેડીયાપાડા ગામ થાણા ફળીયા વિસ્તાર – વસાવા અલ્કેશભાઈ હીરાભાઈના ઘરથી પાટીલ હેમરાજ મામાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૧૨ અને કુલ વસ્તી આશરે-૫૭ દર્શાવાઈ છે જેને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *