રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમી દ્વારકાનુ મેન મથક ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વસ્થ જીવન મળે તેવા અનેક પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે નગરજનો મા જાગ્રુતા કેળવાય અને શહેર નિરોગી તંદુરસ્ત અને સુલભ રહે તેવા ઉમદા હેતુથી શહેરના અલગ અલગ વિસ્તારમાં સી. સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે આ ઉમદા હેતુ સિદ્ધ થઇ તે માટે દા.સુ.ગલ્સ હાઈસ્કૂલ પાસે નવાપરાના જાગૃત નગરજનો દ્વારા તેમના ઘર પાસે નો વર્ષો જુનો પ્રશ્ન કચરાનો ઉકરડો સંપૂર્ણ પણે બંધ થઇ જતા રાહત અનુભવી અને લતાવાસીઓ દ્વારા રૂબરૂ ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન અમિતભાઈ શુક્લ ,ચિફ ઓફીસર ગઠવી સાહેબ ,સેનિટેશન વિભાગના કર્મચારીઓને પુષ્પ ગુચ્ચ આપી ખૂબ ખૂબ આભાર માની શુભેચ્છાઓ પાઠવી હતી.