રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે પીવાના પાણીનો કાળો કકળાટ વારંવાર થાય છે ત્યારે હાલમાં છેલ્લા ૧૨ દિવસ થી નમૅદાનુ પીવાનુ પાણી નહીં મળતા ગામ લોકોને ગ્રામ પંચાયત નુ ક્ષાર યુક્ત પાણી પીવું પડે છે અમુક લોકો પૈસા ખર્ચીને મિનરલ વોટરની પાણીની બોટલ મંમંગાવવી પડે છે. પીવાનું પાણી નહી મળતા ગામ લોકો કંટાળીને સુરવદર ગમે ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ગામલોકોના જણાવ્યા પ્રમાણે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા અમુક લોકો પૈસાની સગવડ નથી તેવા લોકોને ગામનું ક્ષાર યુક્ત પાણી પીવું પડે છે જેના કારણે રોગચાળો અને પથરીના રોગ થવાની શક્યતા વધવાની સંભાવના વધી શકે છે. અમુક લોકો પૈસા ખર્ચીને મિનરલ વોટર પાણીની બોટલ મંગાવે છે ત્યારે તંત્ર દ્વારા સુરવદર ગામે સત્વરે પીવાનુ પાણી પહોંચાડવા ની વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.
