ભાવનગર જિલ્લાના કૃષ્ણપરા ગામના ઉદ્યોગપતિની પોતાના સ્વર્ગસ્થ પિતાના શ્રેયાર્થે આજુબાજુના ૪ ગામોમાં ઉકાળા વિતરણ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપી.

Bhavnagar Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

સામાન્ય રીતે પરિવારના મોભીના અવસાન પછી તેમના સંતાનો સદગતના મોક્ષાર્થે વિવિધ પ્રકારના દાન પુણ્યના કાર્યો કરતાં હોય છે. પરંતુ ભાવનગરના કૃષ્ણપરા ગામના વતની અને ઉદ્યોગપતિએ પોતાના સ્વર્ગસ્થ પિતાને જે રીતે શ્રદ્ધાંજલિ આપી છે તે વિચાર સમાજને એક નવી જ રાહ ચીંધનારો છે.પુત્ર દેવરાજભાઈ ગોટીએ પોતાના સ્વર્ગસ્થ પિતાના શ્રેયાર્થે આજુબાજુના પાંચ ગામોમાં કોરોના બિમારી સંદર્ભે ઉકાળા વિતરણ કરી એક નવી જ કેડી કંડારી છે.

સણોસરા પાસેના કૃષ્ણપરા ગામના જસમતભાઈ ગોટીનુ તા.૧૮ જુલાઈના રોજ અવસાન થયુ.હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ઉપદ્રવ હોય પરીવારજનો દ્વારા ઘરના વડીલ પાછળ ભીડ કે મોટો જમણવાર ગોઠવ્યા વિના માત્ર સાદાઈથી ઉત્તરક્રિયા વિધી સંપન્ન કરવામા આવી. ત્યારબાદ પોતાના પિતા જસમતભાઈ ગોટીના અવસાન બાદ જે પ્રેરણાદાયક કાર્ય કરવામા આવ્યુ તે આવકાર દાયક છે.સ્વર્ગસ્થના દીકરાઓ પિતા પાછળ સામાજિક કાર્ય કરવા સંકલ્પબદ્ધ થયા. આ પરિવાર દ્વારા કૃષ્ણપરા, ચોરવડલા, રામધરી તથા ઈશ્વરિયા ખાતે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યુ. જેનો આશરે ૩૫૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો.કોરોના બિમારીની પરિસ્થિતિમાં બીજા કોઈ આયોજનો કરી શકાય તેમ ન હોય પરિવારજનો દ્વારા કોરોના મહામારીમા લોકોનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થઈ શકાય તેવુ પ્રેરક આયોજન ગોઠવાયું. પોતાના પિતાના સ્મરણાર્થે આ પંથકમાં હજુ બીજા સામાજિક કામો કરવા માટે પણ દેવરાજભાઈ ગોટી તથા પરિવારજનો દ્વારા અન્ય આયોજનો થઈ રહ્યા છે, જે આ વિસ્તાર અને સમાજ માટે ભવિષ્યમા પ્રેરણાદાયક બની રહેશે.તેમજ આ પરિવાર દ્વારા સોનગઢ પોલીસ મથક ખાતે સ્વર્ગસ્થ જસમતભાઈ ગોટીના સ્મરણાર્થે વિશાળ વૃક્ષવાટિકાનું નિર્માણ પણ કરવામાં આવનાર છે, જેમાં વન વિભાગના સહકારથી રાજ્યમાં નમૂનેદાર બાગ બનાવવા આયોજન કર્યાનું પણ દેવરાજભાઈએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *