જયારે હાલ કોરોના વાયરસે ભારત દેશમાં હાહાકાર મચાવ્યો છે અને આના કારણે આ વર્ષે શિવભકતોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે જયારે આ વર્ષે કાલોલ ખાતે આવેલ ગવશ્નેશ્વર મહાદેવ મંદિરમાં શિવભકતો બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળ્યા છે. જયારે ગવશ્નેશ્વર મહાદેવ મંદિર છેલ્લા ઘણા વર્ષો થી ઘણા ખરા શિવભકતો પાર્થેશ્વર નામની પુજા કરે છે આ વર્ષે કોરોના વાયરસની મહામારી ચાલતી હોવા છતાં પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન શીવજીની આ પાર્થેશ્વર નામની પૂજા ને કાયમ રાખી છે.આ પૂજામાં મંદિરના હેમાંગ પાઠક,જીગર ત્રિવેદી,હેમંત ત્રિવેદી, વગેરે બ્રામ્હણ હાજર રહ્યા હતા. યજમાન તરીકે અવંતિકા પંપ હાલોલ (રજનીભાઇ પટેલ) દ્વારા પૂજા કરવામાં આવી હતી.
આ પાર્થેશવર નામની પૂજામાં દરરોજ વહેલી સવાર થી કાળી માટીના નાના નાના ૫૨૦૦ શિવલિંગ બનાવે છે અને એક ભોલેનાથ બનાવી અને પૂજા અર્ચના કરે છે અને બીલીપત્ર ચઢાવે છે અને સોળોપચાર પૂજા કરે છે અને આરતી કરે છે અને સાંજે આરતી કરી અને વહેતા પાણીમાં બધા શિવલીંગ ને વિસર્જન કરે છે અને આ નાના નાના ૫૨૦૦ શિવલિંગ ને બનાવ્યા બાદ તેમને એક યંત્ર સ્વરૂપ આપવામાં આવે છે અને અહીંયા શ્રવણમાસ દરમ્યાન ૧,૨૫,૦૦૦ શિવલિંગ બનાવવામાં આવશે. જે સાતે દિવસ અલગ અલગ હોય છે. આ પુજા કરવાનો મુખ્ય ઉદ્દેશ સર્વ જગતનુ કલ્યાણ થાય અને હાલમા ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી દૂર થાય માટે આ પુજા કરવામાં આવી હતી.