રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ જિલ્લા કલેકટરે માંડલ તાલુકામાં વિઝીટ કરી આ પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા…
માંડલ તાલુકાના મૂળ ટ્રેન્ટ ગામનો મેઘમણી પરિવાર જે આખા માંડલ તાલુકામાં અને અમદાવાદ જિલ્લામાં લોકહૃદયમાં વસી ગયો છે. આ મેઘમણી પરિવાર દ્વારા અવારનવાર અમદાવાદ જિલ્લામાં અને માંડલ ખાતે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રકતદાન કેમ્પ,રોગ નિદાન શિબિર, તેમજ દરેક સંજોગોમાં માંડલ-ટ્રેન્ટમાં લોકોને આવી આર્થિક તેમજ કોરોનાની મહામારીના વિકટ સમયે મદદરૂપ થયું છે. મેઘમણી પરિવાર દ્વારા અગાઉ પણ માંડલ તાલુકાના દરેક ગામોમાં ઘરઘર સુધી આરોગ્યલક્ષી કિટો વિનામૂલ્યે પહોંચાડી હતી. જે અંતર્ગત આજરોજ તા.૩૧ ના રોજ વધુ એક સેવાકીય યજ્ઞમાં મેઘમણી પરિવારે આહુતિ આપી હતી. આજરોજ માંડલ રામપુરા રોડ પર આવેલ મેઘમણી કેમ્પસ ખાતે માંડલ તાલુકાની આંગણવાડી આશાવર્કર બહેનોને ઓક્સિજન અને શરીરમાં રહેલા ધબકારા માપવા માટેનું યંત્ર મશીનો વિતરણ કરવામાં આવ્યા હતાં. તો બીજી બાજુ આ પ્રસંગમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલા – વિરમગામ પ્રાંત સુરભી ગૌતમ – માંડલ મામલતદાર જી.એસ.ગૌસ્વામી – તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા – વિઠલાપુર પી.આઈ.ચૌહાણ,માંડલ પી.એસ.આઈ આર.એસ.સેલાણા તેમજ વિઠલાપુર જે.બી.એમ કંપનીના કર્મચારીઓ સહિત મેઘમણી પરિવારના રમેશભાઈ પટેલ અને કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ઉપસ્થિત ગ્રામજનો અને આંગણવાડી આશાવર્કર બહેનોને કોરોના અંગેની જાગૃતિ લાવવા અને કોરોનાની સ્થિતિ અંગે સૌને માસ્ક પહેરવાનું રહેશે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે તેવી વિનંતી કરી હતી. આ પ્રસંગ પહેલા અમદાવાદ જિલ્લા કલેક્ટર માંડલ મામલતદાર કચેરીમાં આવીને કોરોનાની સ્થિતિ અંગે મીટીંગ યોજી હતી. અને આ કાર્યક્રમના અંતે કલેક્ટરે નજીકના કોવિડ-૧૯ વિંઝુવાડા સેન્ટર ખાતે વિઝીટ પણ કરી હતી ત્યારબાદ કલેકટર અમદાવાદ કલેકટર ઓફિસે જવા રવાના થયા હતા.
