રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પાલિકા કર્મચારીઓની હડતાળને પગલે પાણી વગર પિડાઈ રહેલી પ્રજાના પક્ષે રજુઆત કરવા જતાં માનહાની ના કેસ ની ધમકી આપી
રાજપીપળા નગરપાલિકા ના હંગામી કર્મચારીઓ ૪ મહીના ના બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરી જતાં નગર ની પાણી વિતરણ ની વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. કોઈ પણ જાત ની આગોતરી જાણ વિના વગર તા ૩૦ ના સાંજ થી નગરમાં પાણી વિતરણ કરવામા આવ્યુ ન હોતું, અને તા ૩૧ /૦૭ /૨૦૨૦ ના સવાર મા પણ પાણી ના મળતાં લોકો અકળાઈ ઉઠ્યાં હતાં. પરંતુ નગરના એક ચોક્કસ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી છોડવામાં આવ્યું હતું અને એ વાત ના પ્રત્યક્ષ દર્શી પણ હોઈ નગરપાલિકાની આ બેવડી નિતિની જબ્બર ટીકા થઈ હતી.
મુખ્ય અધિકારી જયેશ પટેલ પાણી વિતરણની વ્યવસ્થા ક્યારે રાબેતા મુજબ થશે અને કર્મચારીઓ હડતાળ ઉપર હોય ચોક્કસ વિસ્તારમાં પાણીનું વિતરણ રાબેતા મુજબ કેમ છે, આજે અને આવતી કાલે તહેવાર છે, લોકો પાણી વગર ઉશકેરાઈ ને પાલિકા ઉપર હલ્લા બોલ કરશે તો કોરોના સંક્રમણના ભય વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં જોખમાય? એવા અણીયાણા સવાલો પુછતાં જ મુખ્ય અધિકારી જયેશ પટેલ ઉશકેરાઈ ગયાં હતાં, અને “તમે મારાં સાહેબ છો? હું તમે અમારી વિરુદ્ધ કાયમ જ લખો છો, હું તમારી સામે ડીફરમેશન નો કેસ કરી શકું છું” તેવા ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી પત્રકારો ને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર બાબત ને ગંભીરતાથી લઈ ને નર્મદા જિલ્લા પત્રકાર સેવા સંઘે આ બાબતને નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી ના ધ્યાન મા લાવવાનું નક્કી કર્યુ હતું અને પ્રાદેશીક કમિશ્નર સુરત ને પણ આ બાબત ની લેખીત જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જાણ કરવામા આવી હતી, કલેક્ટરએ આ બાબતે મુખ્ય અધિકારી સામે પગલાં લેવાનુ આશ્વાસન આપ્યું હતું.