રાજપીપળામાં ૧૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામાં મૃત્યુ ના સાચા આંકડા?

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૨ દર્દી રાજપીપળા તેમજ ગોપાલપુરા ૧, લાછરસ ૧, ઝેર ૧, તિલકવાળા ૨, ડેડીયાપાડા ૧, સાગબારા ૧ તેમજ રાજપીપળામાં આરબ ટેકરા ૧, વિસાવાગા ૧, અંબિકા નગર ૧, કાછીયાવાડ ૧, વિશ્વેશ્વર મહાદેવ ૧, ભટવાડા ૧, સફેદ ટાવર ૧, રાજેન્દ્રનગર સોસા. ૧, દરબાર રોડ ૧ , સોની વાળ ૧, મોટા માછી વાડ ૧, સિંધીવાડ ૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૯ દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે આજે ૨૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૦૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૦૩ એ પોહોચ્યો છે આજે વધુ ૨૨૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

પત્રકારો દ્વારા જિલ્લામાં કોરોના માં મૃત્યુ થયેલ દર્દીઓ ના આંકડા પૂછતાં સી.ડી.એમ.ઓ અને એપેડેમીક ઓફિસર ખો ખો રમાડે છે..!!

નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ઘણા દર્દીઓના કોરોના ની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા પત્રકારો ને આપવામાં આવતી પ્રેસનોટ માં શૂન્ય સંખ્યા બતાવાય છે આ બાબતે પત્રકારો દ્વારા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ને પૂછતાં તેઓ સી.ડી.એમ.ઓ ને પૂછવા કહે છે અને જ્યારે સી.ડી.એમ.ઓ ને પૂછતાં તેઓ અમે એપેડેમીક ઓફિસર ને આંકડા આપી દઈએ છે તેમ જણાવે છે તો નર્મદા જિલ્લા માં કોરોના માં મૃત્યુ થયેલ દર્દીઓ ની સાચી સંખ્યા ની માહિતી કોણ આપશે તે એક પ્રશ્ન છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *