સુરત / લોકડાઉનમાં ભુખ્યા કંટાળેલા નવનિર્મિત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના મજૂરોએ હોબાળો મચાવી તોડફોડ કરી

Corona Latest

ખજોદમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરોની લોકડાઉનમાં ધીરજ ખૂટી હતી. પુરતું ભોજન ન મળતું હોવાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. કરિયાણાની દુકાનની તોડફોડ કરી હતી. વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયાં

છેલ્લા 10 દિવાથી લોકડાઉન દરમિયાન ભૂખ અને પ્યાસથી કંટાળી ગયેલા મજૂરોએ હોબાળો મચાવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હમેં ખાના ઓર પાની ચાહિયેની માગ સાથે પોલીસની સામે ઊભા રહી ગયેલા મજૂરોની લાચારી જોઈ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. એટલું જ નહીં પણ હમેં અપને રાજ્ય મેં ભેજ દોની માંગ કરતા મજૂરોને પોલીસ અધિકારીઓએ સમજાવતા મામલો માડ માંડ થાળે પડ્યો હતો.

શ્રમિકો ભુખ્યા સૂઈ જવા મજબૂર

રજનીશ પાઠક (સિવિલ કામના સુપર વાઇઝર) સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે. લગભગ 4000 કારીગરો ડાયમંડ બુર્સ પ્રોજેકટમાં કામ કરી રહ્યા છે. મહામારીને લઈ લોકડાઉન બાદ તમામ પેટ ભરીને જમી નથી શક્યા. 50થી વધુ મજૂરો ભૂખ્યા જ સુઈ જાય છે. નજીકમાં કરીયાણાની દુકાનમાં કાદા 80 રૂપિયે અને બટાકા 50 રૂપિયે કિલો મળી રહ્યા છે. લગભગ કોઈ પણ મજૂર પાસે રૂપિયા નથી. આવા સંજોગોમાં ઘણા સમયથી કર્તાહર્તા ઓ ને રજુઆત કરતા આવ્યા છે. કોઈ સાંભળતું ન હોવાથી આજે તમામ કારીગરો એ કામ બંધ કરી હોબાળો મચાવ્યો હતો. જેને લઈ પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે તમામ ને સાંભળ્યા બાદ અને વચન આપ્યા બાદ કારીગરો શાંત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *