રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી આંગણવાડીઓના બાળકો કોરોના વાઇરસ થી સંક્રમિત ના થાય તે હેતુ થી પોતાના ઘરે રહી અભ્યાસ કરતા હોય છે ત્યારે બાળકોને પોષ્ટિક આહાર મળી રહે તેના માટે આંગણવાડી ના કર્મીઓ દ્વારા ઘેર ઘેર જઈને સુખડી વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત પાનવળ ગામે આવેલી આંગણવાડીમાં નાના નાના ભૂલકાં ઓ આવતા હોય છે તેઓના ઘેર ઘેર જઈને આંગણવાડી કાર્યકર અને ટેડાઘર બહેનો દ્વારા સુખડી વિતરણ કરવામાં આવી હતી.