રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
જાણો વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે વન વિભાગે કોઈ પુષ્ટી કરી નથી. પંચમહાલ મિરર પણ આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી. હિંમતનગરના હુંજ ગામ પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે વન વિભાગે કોઈ પુષ્ટી કરી નથી પંચમહાલ મિરર પણ આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી. વીડિયોમાં હુંજ લખેલું છે.
વાઘ દેખાયાના કોઈ સંકેત ન મળ્યાનો વનવિભાગના અધિકારીએ દાવો કર્યો છે. વીડિયો વાયરલ થયા પછી સ્થાનિક વન વિભાગના અધિકારીઓ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સ્થાનિકોએ વાઘ જોયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ આ વિસ્તારમાં દીપડા દેખાયા છે, પરંતુ વાઘ ક્યારેય જોવા મળ્યા નથી.