બનાસકાંઠા: અમીરગઢ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રૂ.૧,૧૧,૭૦૦ ના મુદ્દામાલ સહિત ૨ ઈસમોની અટકાયત કરી.

Banaskantha
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરીના ની મહામારી માં બુટલેગરો ને ફાવતું મળે તેમ છે. ત્યારે કેટલાક લોકો દ્રારા આવા મોકોના ફાયદો ઉપાડી ને દારૂની હેરફેર ને અંજામ આપવા ની કોશિશ કરવા માં આવે છે. અને એમને આવા સમયે માં મોકળું મેદાન મળે તેમ છે. પરંતુ આવી ગુન્હાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ ખડે પગે રહે છે. ત્યારે આજ રોજ અમીરગઢ ના ઢોલિયા પાટિયા જોડે થી અમીરગઢ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કમાન્ડર ગાડીમાં પાલનપુર તરફ લઈ જવાતો દારૂ પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર આજ રોજ અમીરગઢના ઢોલિયા હાઈવે પર અમીરગઢ પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક કમાન્ડર જીપ પકડી પાડી છે. જે પાલનપુર તરફ જતી હતી. ગાડી આ ગાડીમાં દેશી દારૂ અને બિયર બોટલ નંગ ૩૦૪ કિંમત રૂ.૩૧,૨૦૦ ,૧ મોબાઇલ અને એક કમાન્ડર જીપ કિંમત રૂ.૮૦,૦૦૦ આમ કુલ ૧,૧૧,૭૦૦ નો મુદામાલ સહિત બે ઇસમોની અટકાયત કરી છે. ૧. ભરમભાઈ લાલભાઈ સોલંકી ૨. મણાભાઈ પુનભાઈ સોલંકી બન્ને રહે જેતસા,તા.દાંતા વાળાની અટકાયત કરી આગળની તાપસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *