કોરોના વડોદરા : વડોદરામાં વધુ 12 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવની સંખ્યા 59 ઉપર પહોંચી

Corona Latest Madhya Gujarat

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે સવારે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને અત્યારે બીજા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ એક જ દિવસમાં વડોદરામાં કોરોના વાઈરસના 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 59 થઇ ગઇ છે.

તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

આજે સવારે નોંધાયેલા 20 પૈકી 19 નાગરવાડા વિસ્તારના છે અને એક કેસ આજવા રોડ પર આવેલી બહાર કોલોની હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીના 59 કેસો પૈકી નાગરવાડા વિસ્તારના 48 કેસો નોંધાયા છે. આમ નાગરવાડા વિસ્તાર હોટસ્પોટ બની ગયો છે. નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબ સાદ અહેમદહુસેન શેખના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને જે લોકો આ તબીબના સંપર્કમાં અવ્યા હોય તેમને તંત્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે અને તેના માટે પાલિકાએ ટોલ ફ્રી નં-18002330265 પણ જાહેર કર્યો છે.

બહાર કોલોની સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ
આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં મુસ્તાક કાજી નામના વ્યક્તિ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી તેમના ઘરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. અને તેના પરિવારને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

તાંદલજાના તમામ 19 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરાયા

વડોદરાના નાગરવાડા અને તાંદલજાને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો છે. રેડ ઝોન તાંદલજામાં ડીસીપી ઝોન-2 સંદિપ ચૌધરીની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. તાંદલજામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-2 સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, તાંદલજાના તમામ 19 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરાયા છે. લોકોને બહાર અવરજવર કરવા દેવામાં આવતી નથી. નાગરિકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે, તંત્ર તમામ વ્યવસ્થા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, નાગરવાડાના પોઝિટિવ તબીબ દર્દીનું તાંદલજા કનેક્શન બહાર આવ્યા બાદ તાંદળજાના વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

કાલે 21 કેસ આવ્યા હતા અને આજે 20 નવા કેસ આવ્યા

વડોદરામાં ક્લસ્ટર ઝોન નાગરવાડામાંથી ગુરૂવારે મોડી સાંજે વધુ 17 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ગુરૂવારે સવારે એક ડોક્ટર સહિત 4 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ એક જ દિવસમાં વડોદરા શહેરમાં 21 પોઝિટિવ નોંધાયા હતા. અને આજે 20 વધુ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં કુલ પોઝિટિવ કેસ વધીને 59 થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *