રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વાવેરા ગામે બ્લોક પેવરના કામો થયા છે તે બ્લોક પેવર એક સાઈડથી બેસી ગયા હતા એક મહિના પહેલા બ્લોક પેવર નુ કામ થયુ હતું. બ્લોક પેવર નીચે કાકરીનો ઉપયોગ કરવાનો હોય છે ત્યા સસ્તા ભાવની ભુકી નાખી ને બ્લોક ફીટ કરવામાં આવ્યા હતા
ગામના જાગૃત નાગરિક દ્વારા વાવેરા ગામના દરેક બ્લોક પેવર ના કામો ની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે બ્લોક પેવર મા વાવેરા ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં. ગામના જાગૃત નાગરિક દ્વારા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી અને અમરેલી કલેકટર અને રાજુલા તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં રજૂઆત કરી દરેક તપાસ માંગણી કરી હતી છેલ્લા ત્રણ વર્ષ અને છ મહિનામાં થયેલા કામો ની તપાસ કરવા મા આવે એટલે લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર સાબિત થય શકે છે.