રિપોર્ટર: રાકેશ મકવાણા,સેવાલીયા
સેવાલીયાથી પાલી અને દેવઘોડાને જોડતા રસ્તાની હાલત કફોડી બની.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા ગુજરાતને દેશમાં મોડલ રાજ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં મોડલ ગુજરાતના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે સેવાલિયાથી પાલી અને દેવઘોડા જવાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં છે દેવઘોડા ખાતે હજારો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર એવું દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે.અને ગળતેશ્વર તાલુકાના આજુબાજુના ગામડાઓને સ્મશાન જવાનો માત્ર આજ એક રસ્તો છે જેનો લોકો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે નાના વાહનો અહીંયા પસાર થાય ત્યારે ખાડામાં પડવાને કારણે વાહનોને ભારે નુકશાન થાય છે આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ પડી જવાનો ભય સતાવી રહ્યો છે આ બાબતે અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ રસ્તાનું સમારકામ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.