રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આજરોજ રાત્રીના ૮ કલાકે અચાનક વાડીમાં એક દીપડો આવી ચડ્યો હોય ત્યારે ત્રણ વર્ષના બાળકને પકડી ૨૦ ફૂટ સુધી ઢસેડી ગયો જે જોઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી પાછળ દોડતા દીપડો બાળકને મૂકી નાસી છૂટયો હતો. તેથી ત્રણ વર્ષના બાળકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી બાળકને વધુ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયું. દીપડાનાં નોર બાળકને પેટના ભાગે વાગી જવાથી હાલ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર થઇ રહી છે. દીપડાએ બાળકને ઈજા કરતા વન વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે તેમજ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.