રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરાના ટીમ્બા પાટીયા પાસે પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ૪૦૭ ટેમ્પા માંથી કતલ કરવાના ઇરાદે કુર્તા પૂર્વક બાંધી રાખેલા ૪ ગૌવંશને બચાવી લીધા હતા. પોલીસે ચાર પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી ને ટેમ્પો અને ગૌવંશ મળીને રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી હતી..
શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપર ટીમ્બા પાટીયા પાસે પોલીસ મથકના પી.એસ.આઇ જયેશ ભરવાડ અને એ.એસ.આઇ મહેન્દ્ર કુમાર દલસુખરામ તેમજ પુજાભાઈ ભાઈ ભરવાડ તથા દિલીપભાઈ સહિતનો પોલીસ સ્ટાફ બુધવારના રોજ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે ટીમ્બા પાટીયા પાસે પશુઓ ભરેલ ગાડી આવવાની હોવાથી વોચ ગોઠવી હતી. બાતમીના હકીકત અને વર્ણન વાળો ૪૦૭ ટેમ્પો આવતા પોલીસ દ્વારા તને ઉભા રાખવામાં આવ્યો હતો. જ્યારે પોલીસને દેખતા ટેમ્પોચાલક સહિત અન્ય બેઠેલ ભાગવા જતા પોલીસે ત્રણમાંથી એક ઈસમ જયેશભાઈ લક્ષ્મણભાઈ માછી ને પકડી પાડ્યો હતો. અને ટેમ્પા ના ડાલા મા કરતા ઘાસચારા અને ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલા ૪ ગૌવંશ જોવા મળ્યા હતા. જ્યારે પોલીસે બચાવી લીધેલ ચાર પશુઓને પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે પશુ અને ટેમ્પો મળીને રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો જ્યારે ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા..