રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં ગુરુવારે મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી કરી હતી ત્યારે શુક્રવારે મોડી સાંજે મુશળધાર વરસાદ પડ્યો હતો વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા આમ મુશળધાર વરસાદ પડતા હળવદ શહેરમાં ઠંડું ગાર વાતાવરણ સર્જાયું હતું. અને ખેડૂતોમાં વરસાદને જોઈ આનંદ છવાયો હતો.