રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
આજે શનિવાર નારોજ મૂસ્લિમસમાજ ની મોટી ઈદ” ઈદૃલ-અદહા “જે અલ્લાહ ની રાહપર કૂરબાની આપવાના પર્વની સમઞ્ર મૂસ્લિમસમૂદાયે સાદાઈથી આજે ઉજવણી કરી છે. સમગ માનવજાતની ભલાઈ કાજે હજરત ઈબ્રાહીમ અલયહી સલામેઅલ્લાહના ગેબીફરમાનને અનૂસરીને સર્વમાનવસમૂદાયને અલ્લાહ ની જાતપર શ્રદ્ધા /ઈમાન તેમજ સર્વ બ્રહ્માંડ ની શક્તિઓ આપનાર અલ્લાહજ છે તેવું પ્રસ્થાપિત કરવામાટે પોતાના વહાલસોયા પૂત્ર હજરત ઈસ્માઈલ અલયહીસલામની કૂરબાની આપવા તૈયાર થવુ અને અલ્લાહે તેઓની કૂરબાની સ્વિકારી પૂત્રની જગ્યા પર જાનવર આવી જવુ જે અંલ્લાહ / ઈશ્વરીય શક્તિ હોવાની પ્રતિતી કરાવી ઉદાહરણ પ્રુફ થયાના ફળ સ્વરૂપે મનાવાતુ પર્વ “ઈદૃલ-અદહઃ (બકરીઈદ), આજેપણ તે ઘટનાને વાગોળીને હજરત ઈબ્રાહીમ અલયહીસલા્મના કહેણને તેમજ સમગ્ર માનવ સમાજે અલ્લાહ ની જાતપર ઈમાન/શ્રદ્ધા લાવીપૂરીદુનિયાને ઊમદાઉદાહરણ પુરૂ પાડેલ છે જે ને સમઞ્ર વિશ્વ નો મૂસ્લિમ સમૂદાય ઈદૃલ-અદહા તરીકે મનાવે છે.પૂરા વિશ્વમાં કોરોના મહામારીના કારણોસર સોશિયલ ડિસ્ટન્સ સાથે કેશોદ શહેર તેમજ તાલુકા ભરના મુસ્લિમ સમાજે સાદાઈ થી ઈદુલ-અદહાની ઉજવણી ખાશ ઇબાદત /બંદઞી કરીને કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી વહેલાસર નેસ્ત નાબુદ થાય તેવી દૂઆઓ સાથે ઈદનો પર્વ મનાવેલ છે.