જૂનાગઢ: કેશોદ રબારી માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદમાં અખિલ ગુજરાત રબારી માલધારી સમાજના ગ્રામ્ય વિસ્તાર ના તેંમજ આગેવાન સાથે કાર્યકરોની ઉપસ્થિતમાં મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જુનાગઢના રબારી સમાજના યુવાન સંજયભાઇ ડોસાએ એક વીડિયો વાઇરલ કરી પોતાના જાન પર જોખમ છે જેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી સાથે નું એક કેશોદ રબારી માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બંધારણીય હક્કો મેળવવા સમાજ દ્વારા કરાતાં આંદોલન સમયે જુનાગઢના મ્યાંજરભાઇ હુણેએ પોતાને થતાં સરકારના અન્યાય સામે મોત વહાલું કર્યું હતું જેની સ્યુસાઇડ નોટમાં અધિકારીઓ સામે આંગળી ચીંધવામાં આવી હતી જે અંગે તપાસ ચાલી રહી છે. તેવા સમયે ઘરમાં આઇસોલેટ થઇ કોરોનાની સારવાર લેતાં સંજયભાઇ ડોસા આપઘાત કરનાર સાથે આ કેસમાં જોડાયેલ હોય તેથી સમાધાન કરાવી લેવા એક પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા દબાણ કરી ધાક ધમકી આપવામાં આવી રહ્યા છે જેને કારણે પોતાની જાનને ખતરો હોય તેથી તેને રક્ષણ આપવાની માંગ સાથે કેશોદ રબારી માલધારી સમાજ દ્વારા કેશોદ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *