રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ભરતી ન તથા આ ભરતી માટે જરૂરી એવી ટેટ,ટાટ ની પરિક્ષા ત્રણેક વર્ષ યોજાઈ હતી તેમાં લાયક બનેલા વિદ્યાર્થી ઓ ભરતી પ્રકીયા ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાન્યુઆરી ૨૦૨૦ માં સરકારે ભરતી કરવાની હતી પરંતુ સાત મહિના થયા છતાં ઠેકાણું પડતું નથી ત્યારે યુવાઓ હવે રાજ્ય મા ઠેરઠેર કોરોના ને કારણે પોતાના ઘરે જ ઉપવાસ પર બેસી રહ્યા છે.આ અંગે છોટાઉદેપુર કલેકટર ને તા.૨૭ જુલાઈ ના રોજ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે.
અનુદાનિત શાળાની શિક્ષકસહાયક ભરતી નું મહેકમ ૨૦૧૭ માં મંજૂર કરાયુ હતું અને પ્રાથમિક શાળા ના વિદ્યાસહાયક ભરતી નું મહેકમ અગાઉ મંજૂર થઈ ગયું હતું જે બંન્ને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટ ની પરિક્ષા ત્રણ વર્ષ પેહલા યોજાઈ હતી. ૨૩ ઑક્ટોબર ૨૦૧૯ માં પ્રસિદ્ધ થયેલ અખબારી સમાચાર ૬ ડિસેમ્બર ૨૦૧૯ ગુજરાત માહિતી બ્યુરો દ્વારા પ્રસિધ્ધ એહવાલો તેમજ શિક્ષણ મંત્રી એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી હતી તે મુજબ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ એ અનુદાનિત શાળામાં શિક્ષણ સહાયક ની ૫૧૦૬ જગ્યાઓ પર તેમજ વિદ્યાસહાયક ૩૦૦૦ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી.પરંતુ સાત મહિના વીતવા છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરાયેલ ન હતી. રજૂઆત માં વિલંબ નીતિ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે કે મોડું કરસેતો ઘણા ઉમેદવારો ની વય મર્યાદા પૂર્ણ થવા ને આરે છે જેમને પ્રશ્નો ઉભાથસે તેઓ લાયકાત ગુમાવી શકે તેમ છે.