રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા મા ધારાસભ્ય જેઠા ભાઈ ભરવાડના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ જિલ્લા ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નવ થી વધુ ગામના પશુપાલકો ને મોબાઈલ પશુ દવાખાના નો લાભ મળનાર છે.
શહેરા મા ધારાસભ્ય ના કાર્યાલય ખાતે પ્રાંત અધિકારી જય બારોટ અને જિલ્લા ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માનવ આરોગ્ય ની જેમ પશુઆરોગ્ય ઈમરજન્સી માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર પશુપાલક કોલ કરશે તો વિનામૂલ્ય બિમાર પશુઓની સારવાર કરવામાં આવનાર છે. જ્યારે આ મોબાઈલ વાહન પશુ દવાખાનુ તાલુકાના અણીયાદ ગામ ખાતેથી સંચાલન કરવામાં આવનાર છે. અને આ સ્થાનિક ગામ સહિત આજુબાજુ ના નરસાણા, બોડીદ્રા, ગુણેલી, ધાયકા, બામરોલી, ખરેડીયા સહિતના આજુબાજુના દસ જેટલા ગામોના પશુપાલકો ના ૪૦,૮૪૫ પશુઓને લાભ મળશે તેમ છે. તાલુકામાં મોબાઈલ વાહન ફરતુ પશુ દવાખાના નો પારંભ થવાથી કોઈ પશુને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અથવા બીમાર હશે તો સમયસર સારવાર મળવાથી તેનો જીવ બચી શકશે તો નવાઈ નહી. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોના હિત માટે ફાળવવામાં આવેલ વધુ એક સુવિધા તાલુકા વાસીઓને મળતા સરકારનો આભાર માન્યો હતો.