રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના લીમડાચોક પાસે આવેલી તાલુકા શાળાના મેદાનમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી મર્યાદિત લોકોની હાજરીમાં આ કાર્યકમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર રામભાઈ ચોચા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ યુનિટ દ્વારા પી.એસ.આઈ વી.યુ સોલંકીની આગેવાનીમાં ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જોશી સાહેબ, પાલીકા પ્રમુખ હુસેન ઝાલા, ઉપપ્રમુખ મનોજ વિઠલાણી સહિત આગેવાનો અને શાળાના સ્ટાફ દ્વારા હાજરી આપવમાં આવી હતી. કાર્યક્રમ બાદ આગેવાનો દ્વારા બંદર ચોપાટી પાસે આવેલા શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલી આપવામાં આવી હતી. ગૌ રક્ષા સેના દ્વારા કસ્ટમ ઓફિસરની હાજરીમાં લીમડાચોકમાં ભારતમાતાને પુષ્પાંજલી આપવામાં આવી હતી. ગણતંત્ર દિવસ નિમિત્તે શહેર તેમજ તાલુકામાં ઢેર ઢેર સામાજિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉત્સાહ પૂર્વક લોકોએ હાજરી આપી હતી.