રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સાંસદે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબળને પત્ર લખી યોગ્ય તાપસ ની માંગ કરતા રાજકીય ખળભળાટ
ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડને ગંભીર આક્ષેપો કરતો એક પત્ર લખ્યો છે.જેમાં એમણે જણાવ્યું છે કે નર્મદા જિલ્લામ ગુજરાત પેટર્ન અને અન્ય વિવિધ વિકાસની ગ્રાન્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે.ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામડાઓ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચે છે.બીજે બધે પારદર્શક વહીવટ થાય છે પણ નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધારાસભ્યો કોંગ્રેસ-બિટીપી ના હોવાથી કેટલાક અધિકારીઓ મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે.ઉપરાંત આ અંગે યોગ્ય તપાસ થાય તેવી પણ માંગ કરી હતી જેના કારણે નર્મદા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચ્યો છે.
ભાજપ સાંસદે આ મુદ્દાઓ પર તપાસની માંગ કરી છે.
નર્મદા જિલ્લાના બે વર્ષના કૃષિ અને સિંચાઈના હેડના 3 કરોડ મંજુર થયા હતા.આ રૂપિયા આદિવાસી ખેડૂતોને સિંચાઈ માટે બોર, મોટર અને ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે હતા.પણ જિલ્લાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ અને સ્ટાફે ચાઇના બેટરી ખરીદી એના મળતીયા ખેડૂતોને વિતરણ કરાઈ.
વિવિધ તાલીમ વર્ગોના નામે 50-60 લાખનો ભ્રષ્ટાચાર
ગુણવત્તા વાળી ચોકલેટ તથા સુખડી મળી 1 કરોડનો ખોટો ખર્ચ કરી ભ્રષ્ટાચાર કર્યો છે.
ગુજરાત પેટર્ન ઉપરાંત તમામ વિકાસ ગ્રાંટોમાં ગઠબંધન વાળાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
સાગબારા-ડેડીયાપડા તાલુકાની મિઠાપાણીની તાપી આધારિત યોજના માટે રાજ્ય સરકારે 309 કરોડ રૂપિયા ફાળવ્યા છે.આ યોજનામાં પણ એક જિલ્લા પંચાયતના અગત્યની સમિતિના ચેરમેનનો પેટા કોન્ટ્રાકટ હોવાને લીધે કામમાં ગુણવત્તા જળવાઈ નથી જેથી યોજના ખોરંભે પડી છે લોકોને મીઠું પાણી મળતું નથી.