રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરાના ખાંટના મુવાડા ગામ પાસેના એક ખેતર માંથી ખાંડિયા ગામના ૫૦ વર્ષીય પુરુષને પસાર થતી વેળાએ વીજ કરંટ લાગતા મોત નીપજયુ હતુ. જ્યારે પોલીસ સમક્ષ ખેતર માલિકે ખેતી પાક વન્ય પ્રાણીઓ અને જંગલી ભૂંડ થી બચાવવા માટે ખેતરમા વીજ કરંટ મૂકયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે ખેતર માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકાના ખાંડીયા ગામ ના બજાણીયા ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય મનહરસિંહ દલપત સિંહ ગોહિલ પોતાની નાની દીકરીને શરીરે મહારાજ હોવાથી તેઓ શનિવારના સાંજે ખાંટ ના મુવાડા ગામ ખાતે તેની વિધિ કરતા મહારાજને બતાવા ક્યારે લઈને આવી એ આ બાબતે પૂછવા ગયા હતા. મનહરસિંહ રાત્રી એ પોતાના ઘરે પરત ના જતા તેમની પત્ની મંજુલાબેન દ્વારા આજુબાજુમાં અને સગા સંબંધીઓ ના ત્યા શોધખોળ કરવા છતાં મળી ન આવતા ભારે ચિંતિત થઈ ઉઠયા હતા.જ્યારે રવિવારની સવાર માં ખાંટના મુવાડા ગામ ના ઇશ્વરભાઇ ભુરાભાઈ મકવાણા ના ખેતરમાં મંજુલાબેન ના પતિ મનહર સિંહ ગોહિલ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનેલા બનાવની જાણ પોલીસને થતા પોલીસ મથકના પી.આઇ એન.એમ. પ્રજાપતિ અને પી.એસ.આઇ જે.કે. ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા વીજ કરંટ લાગવાથી ૫૦ વર્ષીય મનહરસિંહ ગોહિલ નું મોત નીપજ્યું હતુ. પોલીસે ખેતર માલિક ઈશ્વર ભાઈ ભુરાભાઈ મકવાણા ને કડકાઈ થી પૂછતા તેઓએ પોલીસ સમક્ષ ખેતર માં રહેલ મકાઇના પાકને વન્ય પ્રાણીઓ અને જંગલી ભુંડથી બચાવવા માટે થાંભલા ઉપરથી વીજ લાઈન લઈને ખેતરની ચારેબાજુ આવેલ તારની વાડ ઉપર વીજ કરંટ મૂકયો હોવાનું કબૂલ કર્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર બનેલા આ બનાવને લઇને મરણ જનાર ની પત્ની મંજુલાબેન ગોહિલની ફરિયાદના આધારે ખેતર માલિક સામે ઈપીકો કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ખેડૂતે પોતાના ખેતરમાં રહેલ પાકને બચાવવા માટે વીજ કરંટ મુકતા એક પરિવારની ત્રણ દીકરીઓ એ પિતાની છત્રછાયા ગુમાવી પડી હતી. સાથે મરણ જનારના પરિવારજનો આર્થિક મુશ્કેલી મા આવવા સાથે ચહેરા પર ની હસી છીનવાઈ ગઈ હતી.ત્યારે જે ખેડૂતો પોતાના ખેતરમાં વીજ કરંટ મુકતા હોય છે તે હવેથી ના મૂકે તો સારૂ જેથી ફરીથી આવી ઘટના બનતી અટકી શકે તેમ છે.