રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દિવ જિલ્લાના માછીમારોને ફિથિંગ કરવા માટે ફિશરિઝ કચેરી દ્વારા આજરોજ છસ્સો જેટલા લાઈસન્સ ઈસ્યુ કરતા આશરે બસ્સો જેટલી બોટી દરિયામાં ફિશિંગ કરવા માટે નીકળી બાકીની બોટો પણ એક -બે દિવસમાં ફિશિંગ માટે નિકળશે. ફિશરમેનો સરકારની ગાઈડ લાઈન મુજબ ખલાસીઓને રેપીડ ટેસ્ટ બાદ ૧૪ દિવસનું બોટમાં જ કોરેન્ટાઈન બાદ ફિથિંગ કરવાની પરવાનગી મળે છે. દીવ જિલ્લામાં આશરે પંદરસો જેટલી બોટો છે. જેમાંથી આજરોજ છસ્સો જેટલા લાઈસન્સો ઈસ્યુ કરવામાં આવ્યા બોટોની વિધિવત પૂજા બાદ દરિયામાં માછીમારી કરવાનો પ્રારંભ કર્યો. બોટ એસોસિએસને દીવ પ્રશાસનનો આભાર માન્યો.