મહીસાગર જિલ્લાના લુણાવાડામાં અનાજના ગોદામમાં ગુટકા ખાઈને અનાજ પર થૂંકી લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરતો વિડીયો વાયરલ.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મુસ્તાક ભાઈ રસિદની પેઢીમાં છેલ્લા ૧૭-૧૮ વર્ષથી અનાંજ લે વેચ નો ધંધો કરે છે. જૂના અને જાણીતા આ વેપારીની પેઢીમાં કામ કરતા મજૂરો દ્વારા ગુટકા ખાઈને અનાજ ઉપર જ પીચકારી મારવાનો વિડ્યો વાયરલ થયો છે. મજૂરો દ્વારા જિલ્લાના લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરતો વીડિયો વાયરલ થતાં જગરુત નાગરિક દિવ્યાગ દરજી અને કેતનભાઈ ડોડીયાર દ્વારા તપાસ કરતા અનાજ ઉપર થૂંકી અનાજને ગંદકી કરતાં બહાર આવ્યું છે.

અનાજ વિભાગના પુરવઠા અધિકારી મિહિર શાહ દ્વારા ઘટના સ્થળે તપાસ કરતા મજૂરો દ્વારા અનાજ ઉપર ગુટકા ખાઈને થુકીને અનાજનો બગાડ કરતાં માલૂમ પડતાં જ અધિકારી દ્વારા રાત્રે ૧૦:૩૦ કલાકે પુરવઠા અધિકારી અને માલતદારની હાજરીમાં શીલ મારીને પેઢીને બંધ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *