રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ભાજપના સત્તા મેળવવા ના સ્વપ્ન ઉપર પાણી ફરી વળ્યાં સ્થિત બંધ ગણાતી પાર્ટીના લીરેલીરા ઉડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ના પ્રમુખની ચૂંટણીમાં ભાજપના અંદરના અહંકારના કારણે આજે ભાજપ સત્તા વિહોણી બનિંચને ત્યારે આવનારા સમયમાં જિલ્લા ભાજપ ના હોદ્દેદારો દ્વારા કોઈ આત્મમંથન કરવામાં આવશે કેમ?સત્તાના આ ખેલમાં જ્યારે ભાજપની જીત નિશ્ચિત હતી ત્યારે ક્યાં કાચું કપાયું એવા સવાલો જ્યારે ઉઠ્યો છે?
કોંગ્રેસ અને ભાજપનાસભ્યો ના ટેકા થી એન.સી.પી ના ઉમેદવાર પ્રમુખ તરીકે બ્રીંદાબેન નિલાંજ શુક્લ ( એન.સી.પી ) તેમજ મીનાબેન રાકેશભાઈ પંડ્યા ( કોંગ્રેસ ) ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા છે. કુલ ૨૮ સભ્યો ની નગરપાલિકામાં ભાજપ ૧૧, કોંગ્રેસ. ૧૪, અપક્ષ. ૦૨, એન.સી.પી ૦૧. જેમાં ૧૯ વિરૂદ્ધ ૯ મુજબ જીત મેળવી એન.સી.પી ઉમેદવારે બાજી જીતી કોગ્રેસ , અપક્ષ અને ભાજપના ત્રણ ના ટેકાથી એન.સી.પી એ મારી બાજી છે ત્યારે આવનારા અઢી વર્ષ સુધી સત્તા સંભાળશે. ભાજપના આંતરિક વિખ્યાદના કારણે કોંગ્રેસ સત્તા સંભાળશે તેવી લોકોમાં ચર્ચા જ્યારે લોકોમાં જાગી હતી ત્યારે આજે પ્રમુખ પદ પર એનસીપી ઉમેદવાર બાજી મારી છે ત્યારે પ્રમુખ પદ માટે કિંગમેકર એન.સી.પી અને અપક્ષના ઉમેદવાર રણશિંગુ ફૂંક્યું છે.
લુણાવાડા નગર પાલિકામાં સત્તા માટેના ભાજપના આશાવાદ નું”વહાણ કિનારે આવીને ડૂબી ગયું”કેમ હિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકાના પ્રમુખની સત્તા પ્રાપ્ત કરવા ભાજપના આશાવાદમાં ઉમેદવાર પસંદ કરવામાં ખુદ ભાજપના કાર્યકરોની અવગણના ઓની લાગણીઓ વચ્ચે બળવા જેવા તેવરોની ચર્ચાઓમાં લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં મુઝાવતી રાજ્કીય વાવાઝોડાના અંધાણો જે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યા હતા પરંતુ ભાજપ રાજનેતાઓમાં ડેમેજ કંટ્રોલ પ્રયાસો સફળ ન થાય તેથી લુણાવાડા નગરપાલિકા માં સત્તાઓ પ્રાપ્ત કરવાના ભાજપના આસા વાદનું વાહન કિનારે આવીને ડૂબી ગયું એવા રાજકીય સંકેતો વચ્ચે કોંગ્રેસની સત્તાઓ બરકરાર રહેવાના સંજોગો ઉભા થયા છે આ માટે ભાજપની ઉમેદવાર પસંદગીનો નિર્ણય જવાબદાર રહ્યો હતો.
લુણાવાડા નગર પાલિકા પ્રજાનું ચુકાદામાં કોંગ્રેસ ને ૧૪ ,ભાજપ ના ૧૧,એન.સી.પી ને ૧ અને બે બેઠકો અપક્ષોના ફાળે આવી હતી. આ સાથે લુણાવાડા પાલિકા પ્રમુખ પદે જયેન્દ્રસિંહ સોલંકીએ ચાજૅ સંભાળ્યો હતો. બસ ત્યારથી લુણાવાડા પાલિકામાં ભાજપનો સંનિષ્ઠ કાર્યકરો અને સદસ્યો મહેનત શરૂ કરીને ભાજપના સત્તાપ્રાપ્તિ ના આશાવાદને મજબૂત બનાવ્યો હતો. પરંતુ ભાજપના ઉમેદવાર પસંદગી માટે જાણીતા પેરાશુટ જેવી રાજનીતિના નિર્ણયમાં લુણાવાડા પાલિકાના પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવારની પસંદગી માટે ભાજપના મોવડી મંડળ દ્વારા એન.સી.પી ના એકમાત્ર વિજેતા સદસ્ય બિંન્દ્રબેન શુક્લ કે જેવો લોકસભા ચૂંટણીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અને તેઓની પસંદગી કરવામાં આવી રહી હોવાની મજબુત શંકાઓ સામે લુણાવાડા પાલિકાના ભાજપના સંનિષ્ઠ અને વફાદાર કાર્યકરોની નારાજગી વચ્ચે હવે જો અને તો ની રાજનીતિમાં બગાવતના શરૂ થયેલા તેવરોથી ભાજપના રાજનેતાઓ હવે ડેમેજ કંટ્રોલ ની કવાયતોમાં ઉતરી આવ્યા હતા પરંતુ એન.સી.પી માંથી ચૂંટાયેલા મહિલા સદસ્ય બિન્દ્વાબેન શુક્લને ભાજપ ઉમેદવાર તરીકે કેમ પસંદગી કરી રહ્યું છે રાજનીતિના સમીકરણોને ભાજપના સંનિષ્ઠ અને વફાદાર કાર્યકરોને સમજાવવાની આ મૂંઝવણો માં હવે ઉમેદવાર બદલવા પડે અગર તો વ્હીય આપીને શિસ્તભંગનાં પગલાં બહુમતિના આધારે સત્તાઓ ટકાવવામાં ભાજપ ના આ અસંતોષના સત્તા પ્રાપ્તી માટેના અપક્ષ સદસ્યોની કિંગ મેકર જેવી નિર્ણાયક ભૂમિકાથી આજે સત્તા મેળવી છે.