મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ પ્રખ્યાત જૂના ભૂમાફિયા રમેશ પટેલના કૌભાંડમાં છઠ્ઠો વળાંક.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા દિવસથી ચર્ચામાં આવેલા ભૂ માફિયા રમેશ પટેલ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં ઘણા બધા ખુલાસા થતાં જાય છે. વૃંદાવન સોસાટીમાં આવેલા પ્લોટોનું બાંધકામ પણ જીવંત થયું અને સાથે સાથે બે બે ફૂટ આગળ વધ્યા જ્યારે સોસાયટીમાં આવેલા રસ્તા થાય પોલિયોગ્રસ્ત. એકબાજુ ભૂ માફિયા રમેશ પટેલ નું કૌભાંડ વિસ્તરતું જાય છે ત્યારે બીજી બાજુ રસ્તો કહે છે હું વિકાસ કરું અને પ્લોટ કહે હું વિકાસ કરું. વિકાસની આ ભાગદોડમાં ભૂ માફિયા રમેશ પટેલ નું વિકાસી કૌભાંડ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે હજુ કેટલું કૌભાંડ આચરવામાં આવ્યુંછે તે હકીકત સામે આવે ત્યારે જ સમજાશે.

અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખતો હોય એવી મોટી મોટી વાતો કરીને અન્યમા રોફ જમાવવા ભૂ માફિયા દ્વારા જ્યારે આ પ્રકારે કૌભાંડ કરવામાં આવ્યું ત્યારે દસ્તાવેજ કરનાર અધિકારી ને સાથે લઈને કરવામાં આવ્યું હોવાનું ચર્ચામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા આવા લોકોને ખોટા કામમાં સાથ આપીને લોકોને ઉઠાં ભણાવીને ફ્રોડ કરવામાં આવ્યું છે. તો શું ભૂ માફિયા રમેશ પટેલની સાથે સાથે અધિકારીઓની પણ ફોજદારી ગુન્હો દાખલ થઈ શકશે? પહેલેથી જ કૌભાંડમાં મદમસ્ત રમેશ પટેલને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મદદ ના કારણે કેટલાય કૌભાંડ આચરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને યોગ્ય તપાસ કરવામાં આવશે તો મોટા મોટા નામ સામે આવી શકે એમ છે ત્યારે કોમા ઇશારે હજુ સુધી કોઇપણ પ્રકારના કાર્યવાહી કરવામાં આવતી નથી એ યક્ષ પ્રશ્ન એ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે ભૂ માફિયા પટેલ દ્વારા કોઈનો પણ ડર ના હોય અને લોકોમાં કાયદાના જાણકાર છું એવું કહીને ધાક જમાવતો હોય છે ત્યારે શું આ વખતે કૌભાંડમાં ભૂ માફિયા રમેશ પટેલ કાયદાના દાયરામાં આવશે કેમ? આવા હજારો સવાલો લોકોમાં મનમાં ઉદ્દભવી રહ્યા છે ત્યારે ભોગ બનેલા લોકોને ન્યાય મળશે કે કેમ?

બીજી બાજુ જ્યાં ભૂ માફિયા રમેશ પટેલનું એગ્રો સર્વિસ સેન્ટર આવેલું છે તે પણ કોમન પ્લોટમાં આવેલું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં આજુબાજુના તમામ બાંધકામો પણ શંકાના દાયરામાં આવતા આવનારા સમયમાં હજુપણ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. ભૂ માફિયા રેશભાઈ દ્વારા માત્ર એક જ સોસાયટીના જ નહીં પરંતુ જ્યાં જ્યાં પગલાં પડ્યા છે ત્યાં ત્યાં કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું છે ત્યારે આવનારા ગણતરીની દિવસોમાં ફોજદારી ગુન્હો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે તો નવાઈ નહી. જે વ્યક્તિ સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે તે વ્યક્તિ હવે ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યારે માફિયા રમેશ પટેલના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આવનારા સમયમાં જો તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે એમ છે.

સોસાયટીમાં નકશા મુજબ વૃંદાવન સોસાયટીમાં ૧ થી ૫૯ પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાંથી કોમન પ્લોટની ૨૭૦૦ સ્કેવર્ફૂટ ની જગ્યાનો પ્લોટ સગેવગે કરીને ઉઠાં ભણાવી કોમન પ્લોટ ને માલિકી નો છે તેવું કહી નકશા અને કાગળમાં ઉચાપત કરીને વહેચી દેવામાં આવ્યો હતો. પ્લોટ નં ૩ માં હાલમાં મકાન બનવામાં આવ્યું છે પરંતુ મળેલ દસ્તાવેજ ના આધારે જે કોમન પ્લોટ વહેચવામાં આવ્યો છે જેનો દસ્તાવેજ પહેલેથી જ કરવામાં આવેલા હતો તે ૩ નં પ્રમાણે કોમન પ્લોટ વહેચવામાં આવ્યો છે. સોસાયટી નકશા મુજબ કોમન પ્લોટ જે છે જેમાં પી -૧, પી -૨, પી -૩ પી – ૪ પ્રમાણે જે કોમન પ્લોટ હતા તેમાં હાલમાં મકાન બનાવવામાં આવ્યા છે. જો એક જ નંબર -૩ અલગ અલગ બે વ્યક્તિના નામના દસ્તાવેજ બહાર આવતા સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવી કેટલું કૌભાંડ છે જેની તપાસનો વિષય બન્યો છે.

સોસાયટીમાં આવેલા ૪ કોમન પ્લોટ પૈકી એક કોમન પ્લોટમાં પોતાનો રૂઆબ અને ધાક ધમકીથી કોમન જગ્યામાં મકાનનું બાંધકામ કરવામાં આવ્યું જેને ભૂ માફિયા દ્વારા રેન્ટ પર આપીને ભાડું વસૂલવામાં આવે છે. આ રીતે કોમન પ્લોટમાં મકાન બનાવ્યું ત્યારે સોસાયટીમાં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ ભૂ માફિયાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જૂના જોગી ને માથાભારે એવા રમેશભાઈ સામે કોણ વિરોધ નોંધાવા જાય. રાજકીય કાવાદાવા અને કોમન પ્લોટને માલિકીની જગ્યા બતાવી વેચનાર રમેશ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી બચતા આવ્યા છે ત્યારે હાલમાં જ પ્રકાશમાં આવેલો બહુ ચર્ચિત મુદ્દે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? ફ્રોડ કરીને જમીન વેચવાના કૌભાંડમાં આ રમેશ પટેલ રૂપિયા પડાવ્યા છે ત્યારે ફોજદારી ગુન્હો ગમે ત્યારે દાખલ થઈ શકે એમ છે ત્યારે આ સમગ્ર ઘટના સામે આવતા જિલ્લા મથકમાં જે માફીયાઓ દ્વારા આ પ્રકારે કાવાદાવા કરીને કોમન પ્લોટ વેચવામાં આવ્યા છે ત્યારે તમામ વ્યક્તિઓમાં ફફડાટ ફેલાયો છે. જાગરૂક નાગરિક દ્વારા આશરે ૧૧૨ જેટલા કોમન પ્લોટની તેમજ ગૌચર તથા જંગખાતા, ગ્રીન બેલ્ટની જમીનની વિગત જાણવા મળી છે ત્યારે આવનારા સમયમાં બીજા કેટલાય નામો સામે આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *