મહીસાગર જિલ્લામાં ડી.એલ.આર.કચેરીના નામે રોફ જમાવતો શખ્સ ઝડપાયો!

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેકટર કચેરીના ડી.એલ.આર વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર છું એવું કહીને રાહદારીઓમાં રોફ જમાવવા ભાવેશ વ્યાસ આજે નશાની હાલતમાં કાર ચલાવતા એક રાહદારીને અડફેટમાં લેતાં પહેલાં રાહદારી દ્વારા યોગ્ય નિર્ણય લઈને પોતાની ગાડી બાજુમાં લઈ લીધી હતી. ત્યારે રસ્તા વચ્ચે અચાનક ગાડી ઉભી કરીને ખોટી ખોટી ગાળો બોલીને રાહદારીને કાચ ઉતારવા કહ્યું. કાચ ઉતારીને પોતાનું બોગસ કાર્ડ બતાવીને પોતે ઉચ્ચ હોદ્દા પર એવું કહીને રોફ જમાવવા લાગ્યો હતો. “હું કોણ છું ઓળખે છે મને” એવું કહી નશામાં ધૂત આ ભાવેશ વ્યાસ દ્વારા રાહદારી દ્વારા જ્યારે આગળ જવા માટે ગાડી ઉપાડી ત્યારે અચાનક પાછળથી ફૂલ સ્પીડ કાર હંકારીને રાહદારીની આગળ લાવીને પાર્ક કરી દેતા રાહદારીને આબાદ બચાવ થયો હતો. જ્યારે રાહદારી દ્વારા પોતે કયા હોદ્દા પર છો એવું પૂછવામાં આવ્યું ત્યારે ખોટી ખોટી ડંફાસ મારવા લાગ્યો.

મીડિયાને સમગ્ર ઘટનાની જાણ થતાં આ વ્યક્તિ ડીએલઆરમાં કયાં હોદ્દા પર ફરજ બજાવે છે એવું તપાસ કરતા બહુ મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાવેશ વ્યાસ સરકારના કોઇપણ હોદ્દા પર સ્થાન ન ધરાવતો હોય માત્ર ઇટીઆઇ ટેકનોોજી એજન્સીનો કર્મચારી નીકળ્યો છે જે લોકોમાં ખોટા ખોટા કાર્ડ બતાવીને પોતે મોટો અધિકારી હોવાના બણગા ફૂકે છે.

આ ઘટના બાદ લોકચર્ચા ચાલી છે કે બાલાસિનોર થી લુણાવાડા ના રસ્તા પર વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે જેમાં સરકારી અધિકારી બનીને ફરતો ગઠીયો ખુદ ભાવેશ વ્યાસ હોવાનું મનાય છે. ડીએલ આર મા પોતે નકશા પાસ કરું છું એવું કહીને રૂપિયા પડાવતા હોવાની વાતો લોકમુખે જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર ઘટના સામે આવતા જિલ્લા સમહોરણ અધિકારી દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે?

અધિકારી દ્વારા જવાબ માગતાં આ શકશ દ્વારા પોતે કાર્ડ નહિ પરંતુ એટીએમ કાર્ડ બતાવતો હતો એવું કહીને પોતાનું બોલેલું ફેરવી તોળ્યું હતું. ત્યારે એટીએમ કાર્ડ બતાવવાની જરૂરી કેમ ઊભી થઈ એવા યક્ષ પ્રશ્ન એ સમગ્ર ઘટનાને ફિલ્મી ઘટનાને ઓપ આપ્યો છે. આવી રીતે ખોટી સત્તાનો ઉપયોગ કરતા ભાવેશ વ્યાસ પર કોઈ ખાતાકીય અથવા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની ચર્ચાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *