ચરોતર ગેસ સહકારી મંડળી વિઠ્ઠલ ઉદ્યોગર દ્વારા જિલ્લાના 50 ગામો ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પુરો પાડવામાં આવે છે. હાલમાં 38 હજાર વધુ ઘરેલુ ગેસ કનેકશન ધારકો ધરાવે છે.છેલ્લા છ માસથી પેટ્રોંલ,ડીઝલ સહિત ગેસ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.ત્યારે આણંદ જિલ્લાના પીએનજી ગેસ ધારકોને માથે પીએનજી ગેસના 1 યુનિટમાં રૂપિયા 4 નો વધારો કરાયો છે. હાલમાં મોંધવારીમાજા મુકી છે .છેલ્લા બે માસથી પેટ્રોંલ,ડીઝલ, ખાદ્યતેલ, ગરમ મસાલા, દૂધ અને દૂધની બનાવટો માં ભાવ વધારો ઝીંકાયો છે. જે સામાન્ય માનવીના બજેટની બહાર વધારો જોવા મળી રહ્યો છે. ઘરેલું ગેસમાં રૂા 50 વધારો કરાયા બાદ બોટલના ભાવ રૂા 1000ને પાર થઇ ગયા છે. ત્યારે આણંદ જિલ્લામાં ચરોતર ગેસ સહ. મંડળી લી. વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા આણંદ, વિદ્યાનગર અને કરમસદ સહિત આસપાકના 50 ગામોમાં ગેસ લાઇન દ્વારા પીએનજી ગેસ પુરો પાડવામાં આવે છે. પીએનજી ગેસમાં સતત વધારો જોવા મળ્યા છે.જેના પગલે ચરોતર ગેસ મંડળી દ્વારા 25મી માર્ચથી પીએનજી ગેસમાં યુનિટે રૂા 4 નો વધારો કર્યો છે. ચરોતર ગેસ મંડળી દ્વારા અગાઉ 1 યુનિટ ગેસના ભાવ રૂા 35.05 પૈસા હતો તેમાં રૂા 4 નો વધારો કરતાં હવે 1 યુનિટ ગેસ 39.05 પૈસામાં ગેસલાઇન ધારકોને પડેશે. આણંદ શહેર સહિત જિલ્લામાં 50 ઉપરાંત ગામડાઓમાં પાઇપ લાઇન થકી 38 હજાર ગેસ કનેકશન ધારકોને ગેસ પુરો પાડવામાં આવે છે. 1 લાખ ઉપરાંત કયુબીક મીટર જથ્થાન વપરાશ થાય છે. ઉલ્લેખનીય છે કે કારમી મોંઘવારી વચ્ચે ચરોતર ગસે સહકારી મંડળી દ્વારા ઘરગથ્થું પીએનજીના ભાવમાં એકાએક રૂા 4નો વધારો ખરી દેવામાં આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે.