રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કોરોના મહામારીના કારણે ગત વર્ષે માર્ચ મહીનાથી લોક ડાઉન જાહેર થયા બાદ આજથી ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના પ્રારંભે વીસ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. સમગ્ર વિશ્વ સહીત ભારત ભરમાં ગત માર્ચ મહીનાથી કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે જેના ભાગરૂપે ગત 22 માર્ચ મહીનાથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓના તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરવાની ફરજ પડી હતી. બાદમાં ગત મહીને ધોરણ ૯ તથા ૧૧ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો ત્યાર બાદ આજથી ધોરણ ૬ થી ધોરણ ૮ ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે ત્યારે શાળા તરફથી વિદ્યાર્થીઓને ટેમ્પ્રેચર તેમજ સેનેટાઈઝ કરી સરકારની ગાઇડલાઇના સંપુર્ણ પાલન સાથે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો છે શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે વીસ ટકા જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળી હતી પણ શૈક્ષણિક કાર્યના પ્રારંભે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે વિદ્યાર્થીઓ પણ કોરોના અંગે જાગૃત બની સરકારની ગાઇડલાઇન મુજબ સંપુર્ણ સોશિયલ ડિસ્ટન્સના પાલન કરતા જોવા મળ્યા હતા.