ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન.

Gandhinagar Latest

દેશવિદેશના હજારો લોકો આ મહાયજ્ઞમાં ભાગ લેશે. સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી ધ્યાન દ્વારા જીવનની ભાગદોડથી દૂર થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યતીત કરવા અને જીવનને વધુ ઊર્જાન્વિત કરવામાં સહાયરૂપ, ચૈતન્યથી પરિપૂર્ણ તથા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે એક વાતાવરણ પૂરું પાડતાં આશ્રમોની પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભારત અને વિદેશમાં સ્થાપના કરવામાં આવી છે. એ પૈકીનો એક આશ્રમ જૈન તીર્થક્ષેત્ર, મહુડીની સમીપ સ્થિત છે, જ્યાં વિશ્વશાંતિ માટે 1008 કુંડીય યજ્ઞનું આયોજન એક એવા ઐતિહાસિક અવસરે કરવામાં આવ્યું છે કે જ્યારે પૂજ્ય સ્વામીજી પાવન તપોભૂમિ મહુડી ખાતે ચિરસ્થાયી થવા જઈ રહ્યા છે. વિશ્વશાંતિના આ યજ્ઞમાં ભારત સહિત દેશવિદેશના હજારો લોકો જોડાશે અને વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરશે. આપણાં શાસ્ત્રો અને સંસ્કૃતિમાં પણ યજ્ઞનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિ પોતાના આશ્રમનું વાતાવરણ પવિત્ર રાખવા, રાજા-મહારાજા વિશેષ ફળપ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના યજ્ઞ કરતા, એવા ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે તથા યજ્ઞ દ્વારા આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે એ તો વિજ્ઞાનસંમત વાત છે. વર્તમાન સમયમાં પણ સમર્પણ ધ્યાનયોગના દરેક આશ્રમમાં સવારે અને સાંજે ચિત્તશુદ્ધિ તથા વિશ્વશાંતિ હેતુ યજ્ઞ કરવામાં આવે છે. યજ્ઞના અનેક ફાયદા છે પરંતુ જો સામૂહિકતામાં યજ્ઞ કરવામાં આવે તો તેનું અદ્વિતીય પરિણામ મળી શકે છે. મહુડીસ્થિત શ્રી ગુજરાત સમર્પણ આશ્રમમાં થનાર આ યજ્ઞ અલૌકિક અને અદ્ભુત હોવાનો, કારણ કે સાક્ષાત્ સદ્ગુરુના પ્રત્યક્ષ સાંનિધ્યમાં અને હજારોની સામૂહિકતામાં થવાનો છે. કોઈ પણ સ્વાર્થ વગર ફક્ત માનવજાતિના કલ્યાણ માટે થનાર આ વિશ્વશાંતિ યજ્ઞનો કાર્યક્રમ તા. 28 માર્ચ, સોમવારે સવારે છ વાગ્યે શ્રી ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડીમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *