બોનની મદદથી કાનને લગતી વિવિધ બિમારી અને તેના ઓપરેશનની 25 તબિબોને પ્રેક્ટિકલ તાલીમ અપાઇ. કાનને લગતી અલગ અલગ બિમારીઓના ઓપરેશન કેવી રીતે કરવું તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવાના બે દિવસીય કાર્યક્રમનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ થયો છે. તેમાં બોનની મદદથી કાનને લગતી અલગ અલગ સર્જરીની પ્રેક્ટિકલ તાલીમ 25 જેટલા તબિબોને આપીને કેવી કેવી ત્રુટીઓ કરી તેનું માર્ગદર્શન અપાશે. ઇએનટીના તબિબોને વિવિધ બિમારીની સર્જરી કેવી રીતે કરવી તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતો કાર્યક્રમ શ્રવના ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો છે. બે દિવસીય કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ડો.શોભના ગુપ્તા અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નિયતી લાખાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. તેમાં મુબઇના ઇએનટીના નિષ્ણાંત તબિબ ડો.કે.પી.મોરવાણી અને ડો.મિનેશ જુવેકરના માર્ગદર્શન હેઠળ તબિબોને તાલીમ આપવામાં આવી રહી છે. દેશના અલગ અલગ વિસ્તારમાંથી 25 ઇએનટી તબિબોએ કાર્યક્રમમાં ભાગ લીધો છે.