રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ
કવાંટ તાલુકા ગૃપ પ્રાથમિક શાળા નં-૨ માં આજરોજ સરકારી શાળાના ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે ” એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજાયો જે કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજવામાં આવી રહ્યો છે જેનો ઉમદા હેતુ બાળકો માં દેશના જુદા જુદા રાજ્યો ની સાંસ્કૃતિક, સાહિત્યક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિશે જાણે અને સમજે કેળવે તથા એકબીજા ની સંસ્કૃતિ પ્રત્યે આદર ભાવ કેળવે આવા ઉમદા હેતુ માટે ” એક ભારત શ્રેષ્ઠ ભારત” નો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.” એક ભારત શ્રેષ્ઠ ભારત” ગુજરાત રાજ્ય નું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરવામા આવ્યું છે.