રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના મક્તુપુર ગામે મોબાઈલ ટાવરની બાજુમાં આવેલ આંબાના ઝાડમા ખેડુત દ્વારા બાંધવામાં આવેલી જાળમાં બાજ પક્ષી ફસાયું હતું. ટાવર ઓપરેટર દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરવામાં આવતા સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના નરેશબાપુ ગૌસ્વામી,પ્રવિણભાઇ પરમાર,જયેન્દ્રભાઇ કરગટીયા દ્વારા બાજ રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી પ્રકૃતિના ખોળે મુકત કરવામાં આવ્યું. જેમાં ખાસ મહત્વપુર્ણ એ હતુ કે જે આંબાના જળમાં બાઝ પક્ષી ફસાયું હતું. તેના પર ઝેરી મધ હોવાથી જીવદયા પ્રેમીઓને ભારે તકલીફ પડી હતી.