- 5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું.
- EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત રહેશે.
- પાંચ જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો.
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચુકાદો સંભળાવાયો છે. EWSમાં સમાવિષ્ટ લોકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં આપવામાં આવેલ 10 ટકા અનામત યથાવત રહેશે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે આવી ગયો છે. પાંચ જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો છે EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર લાગી છે. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામત યથાવત રહેશે.EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની (Chief Justice UU Lalit) આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. 5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં તેને મોદી સરકારની મોટી જીત માનવામાં આવી રહી છે.
પાંચ જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો
સુપ્રીમ કોર્ટે આ મામલામાં પક્ષ અને વિપક્ષની તમામ દલીલો સાત દિવસ સુધી સાંભળી અને 27 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો. સોમવારે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ પહેલા ચીફ જસ્ટિસની બેંચ ચુકાદો સંભળાવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત આ બેન્ચમાં એસ રવિન્દ્ર ભટ, દિનેશ મહેશ્વરી, જેબી પારડીવાલા અને બેલા એમ ત્રિવેદીનો સમાવેશ થાય છે.