રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે…
કેશોદ શહેરમાં તારીખ ૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે દર્દીઓને તપાસવામાં આવશે. આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં આંતરડા,લીવર,ચામડીના રોગ, આંખની બિમારી,બાળરોગ, સ્ત્રી રોગ,હાથ પગ સાંધાનાં રોગ સહિતના તમામ પ્રકારના રોગોને તપાસવામાં આવશે. ડાયાબીટીસ ચેકઅપ અને હિપેટાઇટિસ બી નું ચેકઅપ કરી આપવામાં આવશે. જુનાગઢનાં હરેશ ગૃપ દ્વારા જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સર્વ રોગ નિદાન કેમ્પમાં લાભ લેવા આહિર એક્તા મંચનાં પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને કેશોદ આહિર સમાજના પ્રમુખ કરસનભાઈ બોદરે અપીલ કરી છે. કેશોદ શહેરમાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં જોડાવા ઈચ્છતા લાભાર્થી દર્દીઓએ ક્રિષ્ના ડિજીટલ સાઈન-કેશોદ મો.નં.૮૦૦૦૫૬૮૬૫૬ સ્ટુડિયો મુરલીધર મોં.નં. ૮૧૪૦૬૩૩૦૬૨ પર વધુ માહિતી અને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યું છે.